સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરાએ ક્રેડિટ ગ્રોથ અને નફાકારકતામાં સામાન્ય સુધારાને પગલે બેન્કિંગ સેક્ટર માટે તેના આઉટલુકને પોઝિટિવમાંથી સ્ટેબલ કર્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં ક્રેડિટ ગ્રોથ ઘટીને 11.6-12.5% રહેશે જે નાણાકીય વર્ષ 2024 દરમિયાન 16.3% રહ્યો હતો.
બીજી તરફ ઉચ્ચ દરે ડિપોઝિટ પેઆઉટને કારણે નીચલા સ્તરે ઇન્ટરેસ્ટ ઇનકમ માર્જિનને કારણે પણ પ્રોફિટમાં ઘટાડો થશે. બેન્કિંગ સિસ્ટમની નોન પરફોર્મિંગ એસેટ્સનો ગુણોત્તર માર્ચ 2024ના 3%થી ઘટીને માર્ચ 2025 સુધીમાં 2.2% પર પહોંચી શકે છે. તે સપ્ટેમ્બર 2011 બાદ સૌથી નીચલા સ્તરે રહેશે. નાણાકીય વર્ષ 2025માં અનસિક્યોર્ડ રિટેલ એડવાન્સ તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને લોનમાં ઘટાડો થશે જેના પરિણામે એકંદરે નોન ફૂડ ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો જોવા મળશે.
RBI દ્વારા ગત નવેમ્બર અનસિક્યોર્ડ લોન્સના વિતરણ પર અંકુશ માટે રિસ્ક વેઇટમાં વધારા બાદ આ પ્રકારની લોનનું વિતરણ પણ અગાઉના 29.4%થી ઘટીને 23% નોંધાયું છે. જો કે, નાણાકીય વર્ષ 2025માં ડિપોઝિટ્સની હેરફેર ચાલુ રહેશે અને બેન્કોએ વધુ ફંડને આકર્ષિત કરવા માટે ડિપોઝિટના દરોમાં પણ વધારો કરવો પડશે.