રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂ.16.21 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાની ખરીદી કરી. આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગ બનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 20.09.2022થી 11.10.2024 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂ.1,10,313 આપ્યા હતાં અને બાકીના રૂ. 2,93,809 આપ્યા હતાં.