વડોદરામાં બેરોકટોક વધુ અવાજે વાગતા ડી. જે. સિસ્ટમ સામે વડોદરા પોલીસે કાર્યવાહી કરી છે. હાઇકોર્ટે કરેલા નિર્દેશ બાદ વધુ સાઉન્ડવાળા ડી. જે. સિસ્ટમ સામે પોલીસે કાર્યાવહી કરી છે. જેમાં આવાજ વધારવા માટે વપરાતા 14 જેટલા પ્રેશરમિડ જપ્ત કરી કાર્યવાહી કરી છે. 5 દુકાનોમાં સઘન ચેકિંગ કરતા ત્રણ દુકાનોમાંથી વધુ અવાજ ફેલાવે એવી સિસ્ટમ સામે કાર્યાવાહી કરી હોય તે આ પહેલો બનાવ છે. હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.
આ અંગે સી-ડિવિઝન ACP એ. પી. રાઠવાએ જણાવ્યું હતું કે, હાલમાં મોટા પાયે ડી.જે.નો ઉપયોગ થઈ રહ્યો છે. આ ડી.જે.વાળા હાઈ સાઉન્ડવાળી સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો ડિસ્ટર્બ થતા હોય છે. તેના કારણે આસપાસના લોકોના હાર્ટબીટ, કાન ઘણીવાર નમ થઈ જતા હોય છે અને બાળકોને પણ ઘણી અસર થતી હોય છે.