50 વર્ષથી પણ વધુ સમય સુધી વિશ્વના અનેક ગરીબ અને આર્થિક રીતે નબળા દેશોની અમીર બનવાની કહાનીમાં કોઇ વધુ પરિવર્તન થયું ન હતું. ખેતી પર નિર્ભરતા ઘટાડીને ઉત્પાદન વધારવું તેમજ પ્રોડક્ટ્સનું વિશ્વભરમાં સસ્તા દરે વેચાણ તેમની રણનીતિના કેન્દ્રમાં હતું. આ જ રીત થોડા ફેરફારોની સાથે હોંગકોંગ, સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીને પણ અપનાવી હતી. તેને વિશ્વમાં ગ્રોથનું સૌથી શક્તિશાળી એન્જિન માનવામાં આવતું હતું. તેનાથી કરોડો લોકોને ગરીબીમાંથી બહાર આવ્યા, રોજગારની નવી તકોનું સર્જન થયું તેમજ જીવનના સ્તરમાં પણ સુધારો થયો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાઇ રહી છે.
ટેક્નોલોજી એડવાન્સ થઇ રહી છે, સપ્લાય ચેઇન શિફ્ટ થઇ રહી છે અને રાજકીય તણાવ વેપારને નવો આકાર આપી રહ્યા છે. તેનાથી સવાલો ઉભા થવા લાગ્યા છે કે શું ઔદ્યોગિકીકરણ હજુ પણ એવા ચમત્કાર કરી શકે છે, જેવું પહેલા થયું હતું? વિશ્વની અંદાજે 700 કરોડની વસતીમાં 85% લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. તેમના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું ઉદાહરણ બાંગ્લાદેશમાં જોઇ શકાય છે. તેનું ઉદાહરણ બાંગ્લાદેશમાં જોઇ શકાય છે.
ગત વર્ષે વર્લ્ડ બેન્કના ડિરેક્ટરે બાંગ્લાદેશના વિકાસને વિશ્વની સૌથી મહાન વિકાસની ગાથાઓમાંથી એકનો કરાર આપ્યો હતો. બાંગ્લાદેશે પોતાના ખેડૂતોને ટેક્સટાઇલ વર્કરમાં તબદિલ કર્યા હતા અને વૈશ્વિક સ્તરે ગારમેન્ટ હબ બન્યું હતું. પરંતુ હવે આ ગારમેન્ટ ફેક્ટરીઓમાં કર્મચારીઓનું સ્થાન આધુનિક મશીન લઇ રહ્યાં છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ રૂબાના હકે પોતાની ફેક્ટરીમાંથી 3 હજાર મહિલાઓને હટાવી દીધી હતી.