Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભક્તિનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હુડકો અરવિંદભાઇ મણીયાર સી-કવાર્ટર શેરી નં.46 કવાર્ટર નં.32 જયશ્રીબેન વડગામાના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ ગાંજાનો જથ્થો વેંચવાની ફિરાકમાં હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી અફઝલ રજાકમીયા સૈયદ (ઉ.વ.37) ને પકડી પાડી ગાંજાનો જથ્થો 999.600 ગ્રામ રૂ.9,960 અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આજીડેમ પીઆઇ એ.બી.જાડેજાએ હાથ ધરી છે. પકડાયેલ શખ્સ મૂળ ધોરાજીનો વતની છે અને અહીં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરે છે. તે જૂનાગઢથી ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની પ્રાથમિક કબૂલાત આપી છે.

વાવડી સ્થિત ફાલ્કન પંપ ખાતે આઈટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ દીલીપસિંહ જાડેજાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.21.09.2025ના રોજ લંચ બ્રેક દરમ્યાન પ્રોડક્શન સુપરવાઇઝર વત્સલભાઈ ભાલોડીયાએ જણાવ્યું કે, ફાલ્કન પંપ ખાતે પ્રેસ ખાતાના વર્કર તરીકે કામ કરતા અમોદકુમારએ સ્ટોર ડીપાર્ટમેન્ટ ખાતેથી એક પ્લાસ્ટિકના પાણીના જગમાં કોપર રોડ ચોરી કરી લઇ જવાના ઇરાદે ડાયકાસ્ટ ડીપાર્ટમેન્ટ ખાતે છુપાવી રાખેલ છે જેને મોટર ફીટીંગ ખાતામાં નોકરી કરતા મહાવીર રામએ રોડ ભરી છુપાવતા જોયેલ છે. જેથી અમોદકુમારને સાથે રાખી તેણે જે પાણીનો જગ છુપાવી રાખેલ હતો તેમા તપાસ કરતા 10 કિલોગ્રામનું કોપર રોડ બંચ મળી આવ્યું હતું. બાદમાં તેણે ચોરીના ઇરાદે આ બંચ છુપાવ્યું હોય અને અગાઉ પણ આ પ્રકારે ચોરી કર્યાનું જણાવ્યુ હતું. બાદમાં અમોદકુમાર ડાયકાસ્ટ ડીપાર્ટમેન્ટ ખાતે આવી બારીમાંથી બહાર કુદી નાસી ગયો હતો. તપાસ કરતા એકાદ મહીના દરમ્યાન આશરે 200 કીલોગ્રામ કોપર રોડના બંચ અમોદકુમાર ચોરી કરી ગયાનું જાણવા મળતા ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી આરોપી અમોદકુમાર ઉર્ફે અમન રામસ્વાર્થ સિંઘ રાજપુત (ઉ.વ.32)ને ઝડપી તાલુકા પોલીસ હવાલે કરતા તાલુકા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી મુદ્દામાલ રિકવર કરવાં તજવીજ હાથ ધરી છે.