એરપોર્ટ રોડ પર આવેલા બગીચા પાસે એક શખ્સ મોબાઇલ પર શંકાસ્પદ હરકત કરતો જોવા મળ્યો હતો. પોલીસ ટીમ તુરંત ત્યા પહોંચી પૂછપરછ કરતાં તે શખ્સ બજરંગવાડીમાં રહેતો િવરેન્દ્રસિંહ નાનભા જાડેજા હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેનો મોબાઇલ ચેક કરતાં તે ભારત-લંકાના મેચ પર દિપક પોપટ નામના શખ્સ પાસે સોદા લખાવી સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી સોદા લેનારને પકડવા તજવીજ હાથ ધરી છે.