Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉપલેટાના ગણોદ ગામના પાટિયા પાસેથી એક શંકાસ્પદ કાર પસાર થતાં તેને રોકીને તલાશી લેવામાં આવી હતી અને તેમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો નીકળી પડતાં પોલીસે કાર અને દારૂ કબજે લઇ આગળની કાર્યવાહી આરંભી હતી, જો કે કાર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો, તેને ઝડપી લેવા ચોમેર નાકાબંધી સહિતની કવાયત આરંભાઇ હતી.

ઉપલેટાના પીઆઇ કે.કે. જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ગરચર અને રાઠોડ પેટ્રોલિંગમાં હતા અને વોચ ગોઠવીને બેઠા હતા એ દરમિયાન ગણોદ ગામના પાટીયા પાસે આવેલા તણસવા રોડ પરથી એક કાર નં.. GJ-09-AG-7797 પસાર થઇ હતી.

જો કે કારના ચાલકને અગાઉથી જ આગળ પોલીસ ઉભી હોવાની ગંધ આવી ગઇ હોય તેમ ચાલક ભગો જુગલભાઈ હુણ રહે. મેલાણ તા.જામજોધપુર, કાર રેઢી જ મૂકીને નાસી ગયો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત કુલ 2,58,500નો મુદ્દામાલ ઝડપી લઈ નાસી છૂટવામાં સફળ થયેલા આરોપીને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.