શહેરમાં છેલ્લા 34 અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા માદક પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતેા.
ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પકડેલા ગાંજો, બ્રાઉન સુગર, કફ સિરપની બોટલો, ચરસ, મેફેડ્રોન, ભાંગ અને પોસડોડા સહિત રૂ.19 લાખની કિંમતના માદક પદાર્થનો નાશ કરવા માટે કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારિયા ખાતે ભઠ્ઠીમાં નાખી માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો.