Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્યૂયોર્ક સ્થિત ઇન્ડિપેન્ડેટ ડિઝાઇનર કેલિન કેરોલિન ઝાંગ અને રયાન મેથરે એક ખાસ પ્રકારનો કેમેરો તૈયાર કર્યો છે. આ કેમેરો દેખાવમાં તો બિલકુલ સામાન્ય કેમેરાની જેવો છે પરંતુ આ કેમેરાની અનેક પ્રકારની વિશેષતા છે. આ કેમેરો વ્યૂને કવિતામાં ફેરવી શકે છે. તસવીરોને કવિતામાં ફેરવવામાં સક્ષમ આ કેમેરામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કેમેરો ઓપન સોર્સ ડિવાઇસના રસબેરી પાઇ પર ચાલે છે અને કવિતા બનાવવા માટે ઓપન એઆઇના જીપીટી-4નો ઉપયોગ કરે છે. આ વ્યૂ ફાઇન્ડરમાં નજર આવતા વિઝ્યુઅલના સંબંધમાં એઆઇની મદદથી રંગ, પેટર્ન , ઇમોશનનું મૂલ્યાંકન કરે છે. આ આધાર પર કેમેરામાં લાગેલા નાના પ્રિન્ટરની મદદથી કવિતાને પ્રિન્ટ કરવામાં આવે છે.

આ કેમેરાની ખાસ બાબત એ પણ છે કે આના કારણે પાડવામાં આવેલી તસવીરો કોઇ પણ જગ્યાએ સેવ થતી નથી. આના યુઝર્સ હાઇકુ, સોનેટ અને ફ્રી વર્સેસ નામના પોએટ્રી ટાઇપની પસંદગી કરી શકે છે.