Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મવડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગોંડલના કપૂરિયા ચોક પાસે રહેતા ઘેલા સવા બાંભવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, ઘેલા બાંભવાનો અન્ય એક વ્યક્તિ મારફતે 2019ના વર્ષમાં પરિચય થયો હતો. પરિચય બાદ ઘેલાએ પોતાના મોબાઇલ નંબર લીધા બાદ તે અવારનવાર પોતાને ફોન કરી વાતચીત કરતો હતો. બાદમાં તેને ઘરનું સરનામું મેળવ્યા બાદ ઘેલા બાંભવા અચાનક ઘરે આવ્યો હતો. આ સમયે પોતે ઘરમાં એકલી હોય એકલતાનો લાભ લઇ ઘેલાએ પોતાને ધક્કો મારી પછાડી દીધી હતી.


ત્યાર બાદ પોતાને નિર્વસ્ત્ર કરી ફોટા પાડી લીધા હતા. ઘેલાએ પોતાના નિર્વસ્ત્ર ફોટા પાડ્યા બાદ પોતાને ફોટા વહેતા કરી દેવાની ધમકી આપી પોતાને અલગ અલગ જગ્યાએ લઇ જઇ બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમય દરમિયાન ઘેલાએ પોતાને બ્લેક મેઇલ કરી પોતાના રૂ.20 લાખની કિંમતના સોનાના ઘરેણાં બળજબરીથી વેચાવી નાખી તમામ નાણાં પડાવી લીધા હતા.દરમિયાન પોતાને ફ્લેટ ખરીદ કરવાનો હોય આ અંગે ઘેલાને ફ્લેટ લેવા માટેની વાત કરી હતી. જેથી ઘેલાએ ફ્લેટ અપાવી દેવાની વાત કરી તેના કોઇ પરિચિતનો ફ્લેટ બતાવ્યો હતો. બાદમાં તે ફ્લેટ પોતાને ગમતા ખરીદવાની વાત કરી હતી.

જેથી ઘેલા બાંભવાએ તે ફ્લેટ માટે કટકે કટકે પોતાની પાસેથી રૂ.25 લાખ મેળવી લીધા હતા. કટકે કટકે 25 લાખની રકમ ઘેલાએ મેળવી લીધા બાદ લાંબા સમયથી તેને ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. ઘેલાને અનેક વખત દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં તેને નાણાં મેળવી દસ્તાવેજ કરી નહિ આપી છેતરપિંડી કરી હતી.

જેથી બનાવની પતિને વાત કરતા ઘેલાએ પતિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ પોતાને બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચરનાર ઘેલા બાંભવાએ કુલ રૂ.45 લાખની રકમ પણ પડાવી લેતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ, છેતરપિંડી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.