અમેરિકાના સેન એન્ટોનિયોમાં અમેરિકન પોલીસ પર ભારતીય મૂળના વ્યક્તિને ગોળી મારવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના 21મી એપ્રિલના દિવસની છે. 42 વર્ષીય સચિન સાહુ નામની વ્યક્તિએ પોતાના વાહનથી બે પોલીસ અધિકારી પર હુમલો કરી દીધો હતો.
એક ગંભીર પ્રકારના મામલામાં બે અધિકારી સચિનને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ગોળીબારમાં સાહુનું મોત થયું હતું. સાહુ મૂળ રીતે ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો. પોલીસ વિભાગના કહેવા મુજબ સાહુએ જાણીજોઇને 51 વર્ષીય મહિલાને એક વાહનથી ટક્કર મારી હતી અને ફરાર થઇ ગયો.