મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા અને 20 લોકો ઘાયલ થયા. માર્યા ગયેલાઓમાં ભારતીય પ્રવાસીઓ, એક ઇટાલિયન અને એક ઇઝરાયલી પ્રવાસીનો સમાવેશ થાય છે.
પહેલગામની બૈસરન ખીણમાં બપોરે લગભગ 2.45 વાગ્યે હુમલો થયો. વિશ્વ મીડિયામાં આ ઘટનાને ખાસ્સી કવર કરવામાં આવી રહી છે.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના હિમાલયી ક્ષેત્રમાં થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા એક પ્રવાસીનું મોત થયું હતું અને 13 અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ હુમલો પહાડી અનંતનાગ જિલ્લામાં પહેલગામ નામના પર્યટન સ્થળ પર થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો અને ઘાયલોને સારવાર માટે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કાશ્મીરના આઈજીપી વીકે બિરદીએ કહ્યું કે આ વિસ્તાર એવો છે જ્યાં વાહનો ચાલી શકતા નથી, તેથી બચાવ ટીમને ત્યાં પહોંચવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી હોસ્પિટલમાં લાવવામાં આવેલા લોકોમાંથી એકનું મૃત્યુ થયું છે. આ હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ઘોડા પર બેસીને જ પહોંચી શકાય છે.