ગોંડલનાં રાજવીકાળનાં સો વર્ષથી જૂના બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાયા બાદ પાંજરાપોળથી મોવિયા ચોકડી સુધીનો નદીનો પુલ તા.27 દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. હાઇકોર્ટ એ કરેલી ટકોર બાદ વહીવટી તંત્ર અને પાલિકા તંત્ર દોડતા થયા છે અને કામગીરી શરૂ કરવામાં આ વી છે.
જેના અનુસંધાને આ પુલ પાંચ દિવસ માટે તમામ વાહનો માટે બંધ કરી દેવાયો છે અને બીજો હેરિટેજ પુલ પણ નજીકના ભવિષ્યમાં જ વાહનો માટે બંધ કરાશે તેવી જાહેરાત કરાઇ છે. પુલને નાના વાહનો માટે પણ બંધ કરી તજજ્ઞો અને રિપેરિંગ સહિતની કામગીરી શરૂ કરી છે, જો કે વાહનચાલકોને વધુ પરેશાની ન થાય તે માટે બીજા પુલનું કામ બાદમાં શરૂ કરાશે.