હાલ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પગલે કચ્છ અને ભારતભરના શિપિંગ ઉદ્યોગને વ્યાપક ફટકો પડ્યો છે. તેવામાં કચ્છની સાથે ભારતીય માલ-સામનની આયાત-નિકાસને વેગ મળે તથા યુદ્ધ અને અશાંતિ ધરાવતા રાતા સમુદ્રને બાયપાસ કરવા ભારત અને ઓમાન આગામી મહિનાઓમાં વેપાર સોદા પર હસ્તાક્ષર કરશે તેવુ રોઇટર્સના સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે. જો અા શક્ય બનશે તો કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટને મોટો ફાયદો થશે. હાલ બન્ને પોર્ટ અને અહીંના સેઝમાંથી ઓમાન સાથે અંદાજે 1200 મિલિયન ડોલરથી વધારે વ્યાપર થાય છે. સમજૂતિ થતા અા વેપાર બેથી ત્રણ ઘણો વધવાની સંભાવના છે. ભારત હાલ મધ્ય પૂર્વમાં તેના સંબંધોને વિસ્તારવા માંગે છે. હાલ રાતા સમુદ્રમાં અશાંતિ અને ઇઝરાયેલ-ગાઝા તથા ઇઝરાયેલ- ઇરાન તણાવને કારણે શિપિંગ માર્ગો પર જોખમ આવી ગયુ છે. તેવામાં હવે ઓમાન સાથે વેપાર સોદાના લીધે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર દેશની સાથે અસ્થિર પ્રદેશને બાયપાસ કરી મુખ્ય વેપાર માર્ગો સુધી પહોંચવામાં મદદ મળશે. અોમાનથી પશ્ચિમી અેશિયા સુધી ભારત પોતાનો માલ મોકલાવી શકશે. હાલ ભારત અને ઓમાનનો વાર્ષિક 13 બિલિયન ડોલરથી ઓછો છે,