ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંત સળગતી કારમાંથી બારી તોડીને બહાર આવ્યો હતો. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રિષભની હાલત સ્થિર છે.
પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.