વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે કેરળના કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય પીએમ મોદી મંગળવારે તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન પણ કરશે.
પોર્ટ સિટી કોચીમાં વોટર મેટ્રો સર્વિસ 1,136.83 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ નજીકના 10 ટાપુઓને કોચી શહેર સાથે જોડવામાં આવશે.
આ નોન-સ્ટોપ કનેક્ટિવિટી બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે કરવામાં આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે કોચી વોટર મેટ્રોને રાજ્યનો "ડ્રીમ પ્રોજેક્ટ" ગણાવ્યો હતો. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે દક્ષિણના રાજ્યોના પરિવહન અને પર્યટન ક્ષેત્રો માટે સારો સમય આવવાનો છે.