Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિવાળીના 7 દિવસ પહેલાં ખરીદી માટે શનિ અને સૂર્ય પુષ્ય નક્ષત્રનો સંયોગ છે. પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે અને 5મીએ સવારે 10:30 વાગ્યા સુધી ચાલશે. આ અવસર પર સંપત્તિ, સોનું-ચાંદી, કીમતી ચીજવસ્તુઓ અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.


પુષ્ય નક્ષત્ર શનિવારે આશીર્વાદ આપે છે
જ્યોતિષ ગ્રંથો અનુસાર, જ્યારે શનિ લાભ આપે છે એ વધુ લાંબા સમય સુધી આપે છે. શનિ પુષ્ય નક્ષત્ર અને શનિવાર બંનેનો સ્વામી છે. આ કારણથી શનિ પુષ્ય યોગમાં કરવામાં આવેલું કાર્ય લાંબા ગાળાના લાભ આપે છે અને આ યોગ દરમિયાન ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે.

આ યોગમાં કરેલું રોકાણ પણ વધુ લાભ આપે છે. આ દિવસથી શનિની ચાલ પણ બદલાઈ રહી છે, આ સંદર્ભમાં પણ આ દિવસ વધુ વિશેષ માનવામાં આવે છે.

શનિ-પુષ્ય યોગ દરમિયાન ઘર, જમીન, વાહન, ફર્નિચર અથવા કોઈપણ પ્રકારની મશીનરી ખરીદવી ખૂબ જ શુભ છે. આ શુભ મુહૂર્તના કારણે જો તેલ, લોખંડ, કોલસો અને મકાન સામગ્રીને લગતાં કામોમાં પૈસાનું રોકાણ કરવામાં આવે તો આવનારા દિવસોમાં આવા રોકાણથી મોટો ફાયદો થવાની આશા છે.

5 નવેમ્બર, રવિવારના રોજ પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય થશે, જેના કારણે રવિ પુષ્ય યોગ બનશે. જ્યોતિષીઓ આ યોગને ખૂબ જ શુભ માને છે. આ સંયોગમાં રોકાણ અને ખરીદી પણ સમૃદ્ધિ લાવે છે, તેથી આ દિવસે મિલકત, આભૂષણો, વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવું પણ શુભ રહેશે. જોકે પુષ્ય નક્ષત્ર સવારે 10.29 સુધી જ રહેશે, પરંતુ પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય થવાને કારણે એની અસર દિવસભર રહેશે. આ સંદર્ભમાં ખરીદી સમગ્ર દિવસ દરમિયાન કરી શકાય છે.

પુષ્ય નક્ષત્રની ધાતુ સોનું છે, તેથી ઘરેણાં ખરીદવાની પરંપરા
પુષ્ય નક્ષત્રની ધાતુ સોનું છે. આ નક્ષત્રમાં ખરીદેલું સોનું શુભ માનવામાં આવે છે અને એ સમૃદ્ધિ લાવે છે, તેથી પુષ્ય નક્ષત્રમાં વધુ ઘરેણાં ખરીદવામાં આવે છે. શુભ સંયોગ સાથે નવો ધંધો કે નોકરી શરૂ કરવી પણ ફળદાયી માનવામાં આવે છે.