પોરબંદર લોકસભા બેઠક માં ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક માં સવારે 7થી મતદાન પ્રારંભ થતા નવ વાગ્યા સુધી માં 8,56 ટકા મતદાન થયું હતું બપોરે ત્રણ વાગ્ય સુધી માં 39,30 ટકા મતદાન નોંધાયું હતું બપોરે ભારે ગરમી તડકા ની અસરો મતદારોમાં દેખાઈ હતી.
ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી માં 51.88 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર લોકસભા ચૂંટણીમાં મતદારોએ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા તથા કોંગ્રેસના ઉમેદવાર લલિત ભાઈ વસોયા સહિતના ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે.
ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં લોકસભા ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષક ડોડીયા, પીઆઈ રવી ગોધમ, તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ જેઠવા સહિતના પોલીસ સ્ટાફે સધન પોલીસ બંદોબસ્ત ગોઠવણી કરાયો હતો. જો કે ક્યાંયથી કોઇ અનિચ્છનીય બનાવ સામે આવ્યો ન હતો.