Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોકશાહીને દુનિયાની સૌથી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ માનવામાં આવે છે, પરંતુ હવે યુવાઓને તેમાં ભરોસો ઘટી રહ્યો છે. ઓપન સોસાયટી ફાઉન્ડેશનના 30 દેશોમાં સરવેથી તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, 18 થી 35 વર્ષના 42% યુવાઓ પોતાના દેશમાં સૈન્ય શાસન ઇચ્છે છે. જ્યારે, 35 વર્ષથી ઉપરના 20% લોકોને પણ લાગે છે કે ક્લાઇમેટ ચેન્જ, ગરીબી, અસમાનતા જેવા વર્તમાન પડકારોને લોકશાહી સરકાર ઝીલી શકવા માટે સક્ષમ નથી. તેના માટે સરમુખત્યારશાહી વાળા સૈન્ય શાસનની જરૂર છે.

રિપોર્ટ અનુસાર દુનિયાના માત્ર 30% લોકોને પોતાની સરકાર પર ભરોસો છે. ઓએસએફના અધ્યક્ષ માર્ક મેલક બ્રાઉન કહે છે કે સ્થિત ચિંતાજનક છે. દરેક પેઢીમાં હવે લોકશાહીમાં આસ્થા ઘટી રહી છે. યુવાઓના મતે લોકતાંત્રિક સરકાર તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે સમર્થ નથી. જો કે મહત્તમ લોકો માનવ અધિકારોને વધુ મહત્વપૂર્ણ માને છે. જાતિ, લિંગ જેવા આધાર પર વ્યક્તિગત અધિકારોની અવગણનાની વિરુદ્ધ છે.

શક્તિશાળી ચીન...પાક, ઇજિપ્ત જેવા દેશોના લોકો તેનાથી ફાયદો થશે તેવું માને છે : પાકિસ્તાન, ઇથિયોપિયા, ઇઝરાયલ જેવા વ્યક્તિ દીઠ ઓછી આવક વાળા દેશોને ચીનની વધતી તાકાતથી આશા છે કે તેમના દેશો પર તેની સકારાત્મક અસર થશે. તેનાથી તેમના દેશની સ્થિતિ બદલશે. તેનાથી તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે. બીજી તરફ જાપાન, જર્મની, અમેરિકા અને બ્રિટન જેવા વ્યક્તિદીઠ વધુ આવક ધરાવતા દેશોના લોકોનું માનવું છે કે તેનાથી તેમના દેશ પર નકારાત્મક અસર પડશે. આ સરવે 30 દેશોના 36 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો.