Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ખોલવડના ડોલી ટાવરમાં રહેતા અને મોટા વરાછા, ઉત્રાણ અને કામરેજમાં એન્જલ્સ મલ્ટિલિંક નામે ઓફિસ ચલાવતા ટ્રાવેલ એજન્ટ ઇરફાન ફારુક ઉમરજીએ ગાંધીનગરના 30 લોકોને યુ.એસ,યુ.કે. કેનેડા અને યુરોપમાં અભ્યાસ તેમજ પર્યટન માટે મોકલવાના નામે 6.59 કરોડ રૂપિયા ખંખેરી લઇ આફ્રિકાના ઘાના દેશમાં રઝળતા કરી મૂક્યા હતા. જેના પગલે આ લોકોએ ભારત પરત ફરવું પડ્યું હતું.જોકે હાલમાં આરોપી ઇરફાન ઉમરજી યુકે,કેનેડા કે દક્ષિણ આફ્રિકા થયો હોવાની આશંકા છે.


પોલીસે બે શખસોની ધરપકડ કરી
આ અંગે ગાંધીનગર અડાલજના ટ્રાવેલ એજન્ટ આકાશ મહેતાએ સુરત ક્રાઇમબ્રાંચમાં ઇરફાન ઉમરજી અને તેના કર્મચારી 24 વર્ષીય શકીલ લતીફ મહિડા(વાલક, કામરેજ) અને 26 વર્ષીય આકીબ આબિદ મુલતાની(ડોલી ટાવર, ખોલવડ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ ગુનાની તપાસ ઇકોસેલને સોંપાતા આરોપી ઇરફાનના બંને કર્મચારીઓ શકીલ મહિડા અને આકીબ મુલતાનીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇરફાન ઉમરજીએ આ 30 લોકોને યુએસ, કેનેડાના નામે ઘાના લઇ જઇ ત્યાંથી બોગસ પાસપોર્ટ,વીઝા અને જોબ ઓફર લેટર થકી અન્ય દેશમાં ઘુસાડવા માંગતો હતો.

Recommended