લદ્દાખમાં વિવિધ સમૂહો દ્વારા છેલ્લા 66 દિવસોથી જારી ભૂખ હડતાલને શુક્રવારે હંગામી ધોરણે સ્થગિત કરી દેવાઈ. સર્વોચ્ચ સંસ્થા લેહે અહીં થનારી લોકસભા ચૂંટણીના 10 દિવસ પહેલા અસ્થાયી રૂપે ભૂખ હડતાલને સ્થગિત કરી છે.
આ પ્રદર્શનને જળવાયુ ઉપવાસનું નામ અપાયું હતું. લદ્દાખ સંસદીય ક્ષેત્ર માટે 20મેના રોજ વોટિંગ થવાનું છે. ભૂખ હડતાલની શરૂઆત સોનમ વાંગચુક દ્વારા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા, સંવિધાનની છઠ્ઠી અનુસૂચી હેઠળ લાવવા, લદ્દાખ માટે એક વધારાની સંસદીય સીટ અને તેની સ્થાપનની માંગણીના સમર્થનમાં 21 દિવસના ઉપવાસ સાથે કરાઈ હતી.