ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ સંકેતો મળતાં શેરબજારમાં અઠવાડિયાના પાંચમાં અને અંતિમ ટ્રેડિંગ દિવસ એટલે શુક્રવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 203 પોઈન્ટના વધારા સાથે 59,959ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 17,786ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 20 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, 10 શેરમાં ઘટાડો નોંધાયો હતો.
બજાજ ઓટો-રિલાયન્સ ટોપ ગેઇનર્સ
બજાજ ઓટો, રિલાયન્સ, ONGC, કોલ ઈન્ડિયા, NTPC, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફિનસર્વ સહિત 31 શેયર્સ નિફ્ટી-50ના ગેઇનર્સ રહ્યા હતા. ટાટા સ્ટીલ,
હિન્ડાલ્કો, સન ફાર્મા, JSW સ્ટીલ, ડિવિસ લેબ, ટેક મહિન્દ્રા, SBI સહિત 19 શેયર્સમાં ઘટાળો જોવા મળ્યો હતો.
ઓટો સેક્ટરમાં સૌથી વધુ ઉછાળો
NSE ના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 4માં ઉછાળો જોવા મળ્યો હતો. ઓટો સેક્ટરમાં સૌથી વધુ 1.05%નો વધારો થયો હતો. ફાઈનાન્શિયલ સર્વિસિસ, FMCG અને PSU
બેન્ક સેક્ટરમાં તેજી આવી છે. આ સિવાય પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, IT, મેટલ મીડિયા અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.