શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગુરુદત્ત ઇન્ડસ્ટ્રીઝ નજીક કારખાનામાં મજૂરીકામ કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારનો બે વર્ષનો માસૂમ પુત્ર રમતા-રમતા કૂવામાં પડી જતા તેનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મજૂરીકામ કરતા નાનકાભાઇ વિધલિયા કારખાનામાં કામમાં હોય અને માતા રસોઇ બનાવતી હતી તે દરમિયાન તેનો બે વર્ષનો પુત્ર સચિન તેના ઘર પાસે તેના ભાઇ અને બહેન સાથે રમતો હતો જે કૂવામાં પડી જતા ફાયર બ્રિગેડ સ્ટાફે પહોંચી બાળકને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર મળે તે દરમિયાન મોત નીપજતા જમાદાર કોઠીવાર સહિતે તપાસ હાથ ધરી હતી.