Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. હવે ટીમ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારતે સોમવારે નેપાળની ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ભારતના 3 પોઈન્ટ થઈ ગયા છે. પાકિસ્તાનની ટીમ આ ગ્રુપમાંથી 3 પોઈન્ટ સાથે સુપર-4 માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. નેપાળ બંને મેચ હારીને બહાર થઈ ગયું હતું. કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં નેપાળે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા. જવાબમાં વરસાદ આવતાં ભારતે 2.1 ઓવરમાં 17 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, અમ્પાયરોએ DLS પદ્ધતિ હેઠળ ભારતને 23 ઓવરમાં 145 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ આપ્યો હતો, જે રોહિત-ગિલ જોડીએ 20.1 ઓવરમાં ચેઝ કર્યો હતો.

રોહિત-ગિલની સદીની ભાગીદારી
231 રનના લક્ષ્યને ચેઝ કરતા રોહિત-ગિલની જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. જ્યારે વરસાદ આવ્યો ત્યારે બંનેએ 17 રન ઉમેર્યા હતા. આવી સ્થિતિમાં મેચ રોકવી પડી હતી. મેચ ફરી શરૂ થઈ ત્યારે બંને ભારતીય બેટર્સ લયમાં જોવા મળ્યા. રોહિત-ગિલ બંનેએ શાનદાર શોટ્સ માર્યા હતા. બંને વચ્ચે સદીની ભાગીદારી રહી છે. બન્ને વચ્ચે 20.1 ઓવરમાં 147 રનની પાર્ટનરશિપ થઈ હતી.