Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં મહારાજા સ્વીટ્સ, પંજાબ સ્વીટ્સ, જયશ્રી સ્વીટ્સની દુકાનોની સજાવટ થઇ ચૂકી છે. અમેરિકાનાં તમામ મોટાં શહેરોમાં અત્યારે દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. લોકો 3-3 કલાક સુધી ડ્રાઇવ કરીને આ દુકાનોમાંથી 1500-2500 રૂપિયા કિલો મીઠાઇની ખરીદી કરી રહ્યા છે.

તેઓ ખૂબ લોકપ્રિય અને ઑનલાઇન ઉપલબ્ધ ન હોય તે મીઠાઇઓ માટે પડાપડી કરી રહ્યા છે. તેના માટે લોકો લોંગ ડ્રાઇવ પણ કરે છે. અહીં કેસર કાજુકતરી 2500 રૂપિયે કિલો, ચોકલેટ રોલ અને ચોકલેટ બરફી 2300, મલાઇ સેન્ડવિચ 2000 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. અમેરિકામાં કાજુકતરી સૌથી વધુ પસંદ કરાતી મીઠાઇ છે.

અમેરિકામાં સમયાંતરે વધતી ભારતીય વસતીની સાથે જ ભારતીય તહેવારોની રોનક પણ વધી છે. સાથે જ ભારતીય ચીજવસ્તુઓની પણ બોલબાલા છે. અહીં રહેતા ભારતીયોમાં તો આ મીઠાઇઓની દીવાનગી જોવા મળે જ છે પરંતુ સાથે સાથે અન્ય સમુદાયના લોકોમાં પણ મીઠાઇઓ લોકપ્રિય છે. ન્યૂયોર્કના મહારાજા સ્વીટ્સના માલિક સુખદેવ બાવાના મેનુમાં 80થી વધુ મીઠાઇઓ છે. તેમના કર્મચારી નિયમિતપણે ભારત આવીને મીઠાઇની નવી રેસિપી શીખીને પરત જાય છે. તેમની મીઠાઇની માંગ સમગ્ર અમેરિકામાં એ માટે છે કે તેઓ શુદ્વ દૂધ અને ઘીમાંથી મીઠાઇ બનાવે છે, જ્યારે અહીં લોકો સામાન્યપણે દૂધ પાઉડરનો પણ ઉપયોગ કરે છે.

તેઓ કહે છે કે, વર્ષભરના કુલ બિઝનેસનો 20% તો માત્ર દિવાળીમાં જ થઇ જાય છે. ઓહાયોમાં પંજાબ સ્વીટ્સ ચલાવતા ઇકબાલ ઘા કહે છે કે પહેલાં મીઠાઇ ખરીદવા માટે તેઓ 3 કલાક કાર ચલાવીને કેનેડા જતા હતા. હવે લોકો કલાકો સુધી કાર ડ્રાઇવ કરીને તેમની પાસે મીઠાઇ ખરીદવા આવે છે. તેમના કિચનમાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. પુરુષો માત્ર સફાઇ કરે છે. જયશ્રી ગંપા હાર્નડોનમાં જયશ્રી સ્વીટ્સનું સંચાલન કરે છે.

દક્ષિણ ભારતની મીઠાઇઓ તેમની ખાસિયત છે. કાઝા અમેરિકામાં એટલી પ્રસિદ્વ છે કે લોકો ભારત લઇને જાય છે. કાઝા આંધ્રપ્રદેશની એક પ્રકારની પેસ્ટ્રી છે, જે ડીપ ફ્રાય હોય છે. 2005માં બ્રિજ મોહન ઇન્ડિયન સ્વીટ્સ એન્ડ રેસ્ટોરન્ટ ખોલનાર સોહનલાલ કહે છે કે દિવાળીમાં 3 દિવસ સુધી દુકાન સતત ચાલુ રહે છે.