Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


29 માર્ચે અષ્ટમી અને 30 માર્ચે નવી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થઈ જશે. જે લોકો આખી નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખી શકતાં હોય કે દેવી આરાધના ન કરી શકતાં હોય એ લોકો માટે આ ખાસ તિથિઓ છે જેમાં વ્રત-ઉપવાસ, દાનપુણ્ય, કન્યા પૂજનથી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે.


ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજાની સાથે જ શ્રદ્ધાનુસાર વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો બધા નવ દિવસ વ્રત-ઉપવાસ કરવા સમાન પુણ્ય ફળ મળી જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં દરેક દિવસ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો અષ્ટમી અને નવમી પર જ વ્રત કરવાથી સંપૂર્ણ શક્તિપર્વનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

આ 2 તિથિઓ પર કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી તન-મનની શુદ્ધિ તો થાય જ છે સાથે જ દેવીની કૃપાથી મનોકામના પૂરી થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજા અને વ્રત-ઉપાવાસથી રોગ, શોક અને દોષ સમાપ્ત થઈ જાય છે. આ 2 દિવસ શક્તિ આરાધના કરવાથી દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકાય છે.