ઈરાનના 63 વર્ષીય રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયન સહિત 9 લોકો હતા. બધા માર્યા ગયા.
રાયસીના બેલ 212 હેલિકોપ્ટરે 19 મેના રોજ સાંજે 5 વાગ્યે અઝરબૈજાનથી ઈરાન માટે ઉડાન ભરી હતી, પરંતુ 2 કલાક પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં, અઝરબૈજાન અને ઈરાનની સરહદ નજીક વરઝેઘાનના ગાઢ જંગલમાં તેના ક્રેશના સમાચાર પ્રકાશમાં આવ્યા.
ભારે વરસાદ અને ધુમ્મસના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી અને લગભગ 15 કલાક પછી તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.