સોમવારે (20 મે) છત્તીસગઢના કવર્ધામાં, એક ઝડપી પીકઅપ પલટી ગઈ અને 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં 18 લોકોના મોત, 8થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ આદિવાસી સમાજના છે. આ અકસ્માત કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ પાસે થયો હતો.
એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં 16 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. અકસ્માત સમયે પીકઅપમાં 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બધાં તેંદુના પાન તોડીને ગામમાં પાછા ફરી રહ્યા હતા.
પોલીસના દાવાથી વિપરીત, ગામલોકોનું કહેવું છે કે અકસ્માત સમયે પીકઅપમાં 30 થી 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થવાની સંભાવના છે.