Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આગામી કેન્દ્રીય બજેટમાં ગ્રાહક ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તમામ ઉપાય કરાશે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણની પહેલમાં તેજી લાવશે અને નવી રોજગારની તકોનું સર્જન કરશે. દેશની મહત્તમ કંપનીઓના CEOનો આ મત છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સરવેમાં સામેલ 82% CEOને આશા છે કે બજેટમાં વપરાશને વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવશે. પર્સનલ ટેક્સ સ્લેબમાં ફેરફારની જરૂરિયાત છે. જ્યાં સુધી મધ્યમવર્ગના હાથમાં પૈસા નહીં હોય, ત્યાં સુધી વપરાશ નહીં વધે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર, ગત નાણાવર્ષ 2023-24માં ભારતનો ખાનગી વપરાશ ગ્રોથ બે દાયકાના નીચલા સ્તરે 4% પર હતો.


જો કે હાલના નાણાવર્ષમાં તે તેજીથી વધીને 7.3% પર પહોંચ્યો હતો. જો કે તેના પર નજર રાખવાની જરૂર છે. એક્સિસ સિક્યોરિટીઝના પ્રણવ હરિદાસન અનુસાર, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં ઘટાડાને લઇને કેટલીક અટકળો છે, પરંતુ સરકારની કમાણી પરના ફોકસને ધ્યાનમાં રાખતા આ સંભવ લાગતું નથી. તેને બદલે, કલમ 80સી હેઠળ વ્યક્તિગત કરદાતાઓ માટે કેટલીક રાહત આપી શકાય છે. સરવેમાં સામેલ 70%થી વધુ CEO અનુસાર જે રીતે સરકારે અગાઉના બજેટમાં સડકો, નેશનલ હાઇવે તેમજ મેટ્રો સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ખર્ચ વધાર્યો હતો, આ સિલસિલો જારી રહેશે.

ટેક્સ સ્લેબ સરેરાશ 20 ટકા વધારી 18 લાખ કરવામાં આવે તેવી માગ દેશમાં નવા ટેક્સ રિજીમની શરૂઆત 2020માં થઇ હતી. ત્યારથી અત્યાર સુધી ખર્ચના હિસાબથી મોંઘવારી (CII) 20.6% વધી છે. તેની અસર ઘટાડવા માટે નવા કર દાયરામાં મહત્તમ ટેક્સ બ્રેકેટમાં ઓછામાં ઓછા 20%નો વધારો કરવામાં આવ્યો હતો. 30% સ્લેબ શરૂથી જ 15 લાખ રૂપિયાથી ઉપરના સ્તરે અટકેલો છે. જો આપણે તેને 20% વધારીએ છીએ, તો તે 18 લાખ હોવો જોઇએ.