Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે."


ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તેનાથી હું ખુશ નહોતો, પણ આજે તેમણે (પીએમ મોદીએ) મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે નહીં. આ એક મોટું પગલું છે. હવે આપણે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે.

હકીકતમાં, અમેરિકાએ ઓગસ્ટ 2025માં રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે. અગાઉ, તેણે 25% પારસ્પરિક ટેરિફ, અથવા ટિટ-ફોર-ટેટ લાદ્યો હતો. આનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે.