આગામી બે દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. મોરબી હોનારતને પગલે એક દિવસના રાજ્ય વ્યાપી રાજકીય શોક જાહેર થયો હોવાથી પ્રદેશ ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક પહેલાં ભાજપના સંગઠનના કાર્યક્રમો અને બેઠકો માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજ કાલમાં ચૂંટણીની જાહેરાત કરે તેવુ રાજકીય પક્ષોમાં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાત આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
ચૂંટણી પહેલાં ભાજપે 182 બેઠકોમાં ઉમેદવારો શોધવા કરેલી સેન્સ પ્રક્રિયામાં 3500થી વધુ દાવેદારોની છટણી ભાજપના નિરીક્ષકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના બેઠકદીઠ અહેવાલો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને પહોંચાડી દેવામાં આવ્યાં છે. પ્રદેશ બોર્ડની ત્રણ દિવસની બેઠકમાં એક બેઠક પર જીતી શકે તેવા પાંચ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જેના આધારે ચૂંટણમાં ટિકીટ ફાળવવામાં આવશે.ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાત આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આગામી દિવસોમાં ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે.