સેન્સેક્સ સર્વાધિક સ્તરેથી માત્ર 1.5% નીચે છે. દરમિયાન, નાની-મધ્યમ કંપનીઓ (એસએમઇ)ના આઇપીઓ તગડું રિટર્ન આપી રહ્યાં છે. લિસ્ટિંગના માત્ર 10-15 દિવસમાં જ રોકાણકારોને 3-4 ગણું રિટર્ન મળી રહ્યું છે. 14-17 મેની વચ્ચે એસએમઇ સેગમેન્ટમાં 9 કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું. તેમાં મોટા ભાગની કંપનીઓ પ્રીમિયમ પર લિસ્ટ થઇ હતી.
એસએમઇ સેગમેન્ટના કેટલાક આઇપીઓએ લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. BSE અને NSEના આંકડાઓ અનુસાર, વિનસોલ એન્જિનિયર્સે 14મેના રોજ લિસ્ટિંગના દિવસે સર્વાધિક 5 ગણું (411%) રિટર્ન આપ્યું છે. એનર્જી મિશનરીઝે 16મેના રોજ લિસ્ટિંગના દિવસે 2.78 ગણું (178%) અને રિફેકટ્રીએ 14મેએ લિસ્ટિંગ બાદ 2.54 ગણું (154%) રિટર્ન આપ્યું છે.
ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગના શેર આ વર્ષે 4 માર્ચના રોજ લિસ્ટ થયા હતા. 17 મે સુધી માત્ર બે મહિનામાં 13 ગણું (1,213%) રિટર્ન આપ્યું છે. એસએમઇ શેર્સ લાંબી મુદતમાં પણ રોકાણકારોને સારું રિટર્ન આપવામાં સફળ રહ્યા છે. એટલે કે ઇન્સોલેશન એનર્જીના શેર 10 ઓક્ટોબર, 2022ના રોજ લિસ્ટ થયા હતા. 17 મે સુધી 1 વર્ષ 7 મહિનામાં 55 ગણું (5,420%) રિટર્ન આપી ચુક્યું છે.
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સના ડાયરેક્ટર નેવિલ સાવજાની કહે છે કે “SME પ્લેટફોર્મ પર આઇપીઓની જોરદાર સફળતાના કારણ ઓછી કિંમતો પર સારી કંપનીઓના શેર્સ મળવા છે.