રાજકોટ જિલ્લાના લોધિકા નજીક વિરવા ગામે માવતરના ઘેર આવેલા મૂળ ભાવનગરના ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયાએ ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા સારવાર દરમિયાન મોત નીપજતા લોધિકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મહિલાના લગ્ન પાંચ વર્ષ પહેલા ભાવનગર કોર્ટમાં નોકરી કરતા અને આણંદજી પાર્કમાં રહેતા કુલદીપસિંહ સાથે થયા હતા. જો કે બે વર્ષ પહેલા તેના પતિ બીમાર પડતા તેના સાસરિયાઓએ ફોન કરી તેડી જવા માટે ફોન કરતા માવતર તેડવા જતા હવે આમને મોકલતા જ નહીં તેવું કહ્યું હતું. તેમજ મૃતકના ભાઇએ વધુ જણાવ્યું હતું કે, અમે સમાધાનની વાત કરવા જતા તો પણ પોલીસ બોલાવવાની ધમકી આપતા હતા અને બહેનને પતિ,નણંદ,સાસુ સહિતના ખૂબ ત્રાસ હોવાનું અને પ્રસંગાેમાં પણ આવવા નહી દેતા હોવાનું તેમજ સાસરિયાના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનો આક્ષેપ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબીમાં વાવડી રોડ પર ભગવતીપરામાં રહેતા મંજુલાબેન દુધાભાઇ રાવાએ તા.21ના રોજ ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે તપાસ કરતા મૃતક મહિલાના 14 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.