આદિપુરની 64 બજારમાં મતદાન દિવસના વહેલી પરોઢે મેડીકલ સ્ટોરમાંથી 80 હજારની ચોરીને અંજામ આપનાર શખ્સને આદિપુર પોલીસે પકડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.
આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ અંબર 4Aમાં રહેતા અને 64 બજારમાં મોતીમહેલ નામથી મેડીકલ સ્ટોર ચલાવતા જગદિશ ગોરધનદાસ આસનાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.1 ડિસેમ્બરના વહેલી પરોઢે સવા ચારથી સવા છ વાગ્યા દરમિયાન તેમની દુકાનનું પતરૂં તોડી ચોરી થય છે. જેમાં કાઉન્ટરમાં રાખેલા રૂ.75 હજાર રોકડા અને રૂ.5 હજારની કિંમતના મોબાઇલ સહિત કોઇ અજાણ્યો ઇસમ 80 હજારની ચોરીને અંજામ આપી ગયો છે. તેમણે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા.