બ્રિટનમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે જ પીએમ ઋષિ સુનકની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં સાંસદોના એક પછી એક રાજીનામાના પડી રહ્યા છે. તાજેતરમાં ટોરી પાર્ટીના જૂના નેતા માઈકલ ગોવ અને આન્દ્રે લીડસમ રાજકારણને અલવિદા કહી ચૂક્યા છે. આ સાથે રાજકારણમાંથી સંન્યાસ લેનારા સુનકની પાર્ટીના કુલ સાંસદોની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. માઈકલ ગોવ પહેલાં સંરક્ષણ પ્રધાન બેન વોલેસ, પૂર્વ પીએમ થેરેસા મે, સાજિદ જાવિદ, ડોમિનિક રાબ, મેટ હેનકોક, નદીમ ઝહાવી જેવા દિગ્ગજોએ પણ આગામી સામાન્ય ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
અગાઉ 2010માં સૌથી વધુ 149 સાંસદોએ રાજીનામું આપ્યું હતું. આટલી મોટી સંખ્યામાં બ્રિટિશ સાંસદોના રાજીનામાનું મુખ્ય કારણ સંસદ ખર્ચ કૌભાંડ હતું. આ કૌભાંડમાં ઘણા સાંસદોએ તેમના ભથ્થા અને ખર્ચના ખોટા દાવા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.