Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા વન-ડે ટીમનો કેપ્ટન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને T20માં આરામ આપવામાં આવ્યો છે. આ બન્ને પ્લેયર્સ વન-ડે ટીમનો ભાગ છે, પરંતુ શિખર ધવન જેવા અનુભવી ઓપનરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ યુવા ઓપનર ગિલને સ્થાન આપ્યું છે.


શિવમ માવીને તક મળી
શિવમ માવીને T20 ટીમમાં તક આપવામાં આવી છે. આ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે છેલ્લી 5 ડોમેસ્ટિક મેચમાં 19 વિકેટ લીધી છે. જેમાં બે રણજી અને ત્રણ લિસ્ટ-એ મેચનો સમાવેશ થાય છે.

મોહમ્મદ શમી ટીમમાં પરત આવ્યા
ઝડપી બોલર મોહમ્મદ શમીને વન-ડે ટીમમાં લેવામાં આવ્યા છે. તેઓ બાંગ્લાદેશ સામે ટીમના ભાગ હતા, પરંતુ નેટ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે 3 T20 અને 3 વન-ડે મેચ રમશે
શ્રીલંકાની ટીમ જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવી રહી છે. તેઓ અહીં ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં રમાશે. ત્યારપછી 5મી જાન્યુઆરીએ પુણે અને 7મી જાન્યુઆરીએ રાજકોટમાં મેચ રમાશે. પહેલી વન-ડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ત્યાર બાદ 12 જાન્યુઆરીએ કોલકત્તા અને 15 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં ત્રીજી વન-ડે મેચ રમાશે.