બુધવારે યાર્ડમાં કપાસની આવક 4 હજાર ક્વિન્ટલ થઈ હતી. જે મંગળવારની સરખામણીએ 1200 ક્વિન્ટલ ઓછી હતી. મણના ભાવે રૂ.1800ની સપાટી કુદાવી હતી. બીજી તરફ કપાસની હાલમાં ડિમાન્ડ પણ છે. કપાસની આવક ઘટતા ખાદ્યતેલમાં પણ રૂ.15નો ઉછાળો આવ્યો હતો. જ્યારે પડતર મગફળીનો નિકાલ હજુ થયો નથી. આ પડતર મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક સ્વીકારવામાં આવશે. યાર્ડમાં 24 ઓક્ટોબર સુધી જ આવક ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ 25 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થઈ જાશે.
જે એક સપ્તાહ સુધીનું રહેશે. શાકભાજી વિભાગમાં 25થી 29 ઓક્ટોબર, બટેટા વિભાગમાં 25થી 27 ઓક્ટોબર અને ડુંગળી વિભાગમાં 24થી 28 અને ઘાસચારા વિભાગમાં 24થી 27 ઓક્ટોબર સુધી રજા રહેશે. જ્યારે અનાજ વિભાગમાં 22 ઓક્ટોબર શનિવારે સવારના 8 થી 30 ઓક્ટોબર રવિવારના રાત્રે 10 કલાક સુધી આવકો બંધ રાખવામાં આવશે. 31 ઓક્ટોબરથી યાર્ડમાં કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. હાલ યાર્ડમાં 37 જણસીની આવક થઈ રહી છે.