એક અમેરિકન કાયદો ભારતીય મેડિકલ કંપનીઓ માટે મોટા ઓર્ડર માટેનો દરવાજો ખોલી શકે છે. અમેરિકન સંસદે સોમવારે એક ખાસ કાયદો ‘બાયોસિક્યોર એક્ટ’ પસાર કર્યો છે. આ તે ફાર્મા કંપનીઓને ચીનની ચુનંદા બાયોટેક કંપનીઓને ઓર્ડર આપવા અથવા તેની સેવા લેવાથી રોકે છે, જેમને અમેરિકન સરકાર પાસેથી મૂડી મળે છે. દરમિયાન તેમને ભારત અને કોરિયાની બાયોટેક્નોલોજી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવો પડશે. બાયોસિક્યોર એક્ટની જોગવાઇની સૌથી ઊંડી અસર વૂશી એપટેક કંપની જેવી ચાઇનીઝ કંપનીઓને થશે. આ કંપનીને વાર્ષિક 65% આવક અમેરિકાથી થાય છે.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના નિમેશ ચંદન અનુસાર ભારતીય ફાર્મા સેક્ટર અમેરિકન માર્કેટમાં ઉદ્દભવી રહેલી નવી તકોનો ઉપયોગ કરવા તૈયાર છે. અમેરિકન સંસદમાં આ વર્ષે બાયોસિક્યોર એક્ટ બિલ પસાર કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ડિવિઝ લેબ, પિરામલ ફાર્મા, ન્યૂલેન્ડ લેબોરેટરીઝ જેવા શેર્સમાં 34-105%નો ઉછાળો જોવા મળ્યો છે.