મેષઃ-
પોઝિટિવઃ- આજે પરિવાર સાથે સમય પસાર કરવાથી ખુશ રહેશો. છેલ્લા ઘણા સમયથી ચાલતા સ્ટ્રેસથી રાહત મળશે. સંતાનના કરિયર સંબંધિત સલાહ મળશે.
નેગેટિવઃ- કોઈ પણ ગેરકાનૂની કામમાં રસ ના દાખવવો, નહિ તો તમે ફસાય જશો. સંતાનના કામ પર ધ્યાન રાખવું. હાલ તેમને સારા માર્ગદર્શનની જરૂર છે.
વ્યવસાયઃ- કોઈ નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકોની સલાહ લેવી. નોકરિયાત લોકો માટે સારો સમય છે. પરંતુ હાલ ગ્રહની સ્થિતિ તમારા પક્ષમાં નથી.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- નેગેટિવ વિચારોથી દૂર રહો. પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરો.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક કામમાં તમારો રસ વધશે. તેનાથી તમારામાં નવી પોઝિટિવ એનર્જી આવશે.
નેગેટિવઃ- વ્યક્તિગત કામની સાથે ઘરના કામ પર પણ ધ્યાન રાખવું. તમારી બેદરકારીથી બીજાને તકલીફ થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ અને કરિયર પર વધારે ધ્યાન આપવું.
વ્યવસાયઃ- નોકરીમાં સહકર્મચારીની સલાહ પર ધ્યાન આપો. ચોક્કસ કોઈ રસ્તો મળશે. નોકરિયાત લોકોને તેમની ગમતી જગ્યા પર જોબ મળશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે કામ કરવાથી માથામાં દુખાવો અને થાક લાગશે. પોતાના માટે સમય કાઢો.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- રૂટીન કામમાંથી દૂર રહીને તમારા માટે સમય પસાર કરો. તેનાથી ઊર્જા અને તાજગીનો અનુભવ થશે. ગ્રહની સ્થિતિ સારી છે. આ સમયનો સદુપયોગ કરો.
નેગેટિવઃ- નજીકના સંબંધી સાથે તણાવ રહેશે. યુવાનોએ ધ્યાન ભટકવવાને બદલે કરિયર પર ધ્યાન આપવું.
વ્યવસાયઃ- મશીનરી અને કારખાના સંબંધિત કામમાં પ્રગતિ થશે. વધારે વિચારવાને બદલે કામ શરુ કરી દેવું. આજે રૂપિયાની લેવડ-દેવડ ના કરો.
લવઃ- લગ્નજીવન મધુર રહેશે. રિલેશનશિપમાં એકબીજાની ભાવનાનું સન્માન કરવું.
સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ રહેશે. પ્રદૂષિત વાતાવરણથી બચવું.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- ધાર્મિક સમારોહમાં જવાની તક મળશે. ઘણા સમય પછી ફેમિલીને મળવાથી ખુશ રહેશો. નવી ઊર્જા સાથે કામ પર ધ્યાન આપવું.
નેગેટિવઃ- કોઈના વ્યક્તિગત મામલામાં દખલગીરી ના કરવી. ભૂમિનું કામ હાલ માટે સ્થગિત કરો. હાલ ગ્રહ અનુકૂળ નથી.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રે મહેનત કરશો તેનું પરિણામ મળશે. કોઈ પણ તકલીફમાં ભાઈ કે નજીકના મિત્રની સલાહ લો.
લવઃ- રિલેશનશિપમાં પરિવારજનોની અનુમતિ મળતા ખુશ રહેશો.
સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતથી બચવા માટે ભોજનમાં ધ્યાન રાખો.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે તમારે કોઈ પ્રિય મિત્રને આર્થિક મદદ કરવી પડી શકે છે અને આમ કરવાથી તમને આધ્યાત્મિક શાંતિ મળશે. કારકિર્દી સંબંધિત કેટલીક સારી માહિતી મેળવવાથી યુવાનો ખુશ થશે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો કાર્યક્રમ પણ બની શકે છે.
નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચને કારણે બજેટ બગડી શકે છે. નાણાકીય બાબતોમાં નજીકની વ્યક્તિ સાથે દલીલ થવાની સંભાવના પણ છે. ઘરના વડીલોનો આદર ઓછો ન થવા દો અને તેમની સલાહ અને માર્ગદર્શનને અનુસરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રે તમારી મહેનતથી યોગ્ય પરિણામો મળશે. પિતા અથવા પિતા જેવી વ્યક્તિનો સહયોગ કોઈપણ નિર્ણય લેવામાં મદદરૂપ થશે. સરકારી કર્મચારીઓએ જાહેર સંબંધિત કામમાં ધીરજ અને શાંતિ જાળવવી જરૂરી છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કેટલાક વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે. સમય પ્રમાણે તમારી વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- ત્વચાની એલર્જી વધી શકે છે. વર્તમાન હવામાનથી તમારી જાતને સુરક્ષિત રાખો.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- જે કામો થોડા સમયથી અટકેલા હતા, આજે તેમાં થોડી ગતિ જોવા મળશે. જેના કારણે ઘરમાં આરામદાયક અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે અને તમે સરળતાથી તમારી અંગત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
નેગેટિવઃ- પરંતુ મિત્રો સાથે વ્યર્થ સમય પસાર કરવાથી તમારા ઘણા મહત્ત્વના કામ અટકી શકે છે. તમારા કાર્યોને પ્રાધાન્ય આપવું વધુ સારું રહેશે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો.
વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયે કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવવો મહત્ત્વપૂર્ણ છે. નહીંતર કેટલાક બહારના લોકો તમારી પ્રવૃત્તિઓનો ગેરકાયદેસર લાભ લઈ શકે છે. નોકરી કરતા લોકોએ તેમની કામ કરવાની પદ્ધતિમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે.
લવઃ- વૈવાહિક જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.
સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને ખભામાં દુખાવો રહી શકે છે. વ્યાયામ અને યોગ કરવા ઉપર વધુ ધ્યાન આપવું.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તક મળે તો ઝડપી લો અને દરેક તકનો શક્ય એટલો લાભ લો. ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં છે. તમારી લાયકાત પ્રમાણે તમને યોગ્ય પરિણામો પણ મળશે. થોડો સમય સંત અથવા તમારા ગુરુની સંગતમાં વિતાવો.
નેગેટિવઃ- કોઈ અપ્રિય ઘટનાને કારણે મન ઉદાસ રહેશે. નાણાંકીય બાબતોમાં પણ સંપૂર્ણ સાવધાની રાખવી જરૂરી છે. કેટલીક પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની મુસાફરી નુકસાન પહોંચાડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ કરવાનો ઉત્સાહ ખૂબ જ રહેશે. સાથીદારો અને ગૌણ કર્મચારીઓનો યોગ્ય સહયોગ પણ રહેશે. પરંતુ કોઈપણ ગેરકાયદેસર કામ કરવાનું ટાળો, નહીં તો તમે ખરાબ રીતે ફસાઈ શકો છો.
લવઃ- પ્રેમ સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં યોગ્ય સુમેળ જાળવવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધાર થશે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- દૈનિક નિત્યક્રમ ઉપરાંત આત્મનિરીક્ષણમાં થોડો સમય કાઢો. આ તમને શારીરિક અને માનસિક રીતે સકારાત્મક અનુભવ કરાવશે. આ સમયે લેવામાં આવેલા વિચારશીલ નિર્ણય ભવિષ્યમાં લાભકારી સાબિત થશે.
નેગેટિવઃ- યુવાનો પોતાની આર્થિક સ્થિતિ અંગે થોડો અસંતોષ અનુભવશે. હવે તેમને વધુ સખત મહેનત કરવાની જરૂર છે. વધુ પડતો વિચાર કરવાથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ હાથમાંથી જવાનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- મહિલાઓ તેમના ધંધા કે નોકરી અંગે જાગૃત રહેશે. આ દરમિયાન મુસાફરીને લગતો કાર્યક્રમ પણ બની શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે વ્યવહાર કરતી વખતે ધીરજ રાખો.
લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને કુટુંબની મંજૂરીથી લગ્ન થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય બહુ અનુકૂળ નથી. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. મેડિટેશન કરવાનું ધ્યાન રાખો.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- આજે તમારું કોઈ સપનું સાકાર થઈ શકે છે. તેથી લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરવી. ઘર પરિવારની સુખ સુવિધાઓ સંબંધી વસ્તુઓની ખરીદારી થશે. આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં સારી થશે.
નેગેટિવઃ- કોઈ અપ્રિય વ્યક્તિના ઘરમાં આગમનથી મૂડ ખરાબ રહેશે. પરંતુ આ સમયે સકાકારાત્મક રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. બીજાના મામલામાં હસ્પક્ષેપ ન કરવો.
વ્યવસાયઃ- આ સમયે કામકાજને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર છે. ભાગીદારીના વિષયમાં પરસ્પર સમજ રહેશે. યુવા વર્ગને નોકરી માટે કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી શકે છે.
લવઃ- ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે. પરંતુ લગ્નેતર સંબંધ તમારા સુધી જીવનમાં વિવાદનું કારણ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય થોડો કમજોર છે. આ સમયે સારવારને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવી.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમે તમારી વાકચાતુર્ય તથા કાર્ય કરવાની શૈલી દ્વારા કોઈપણ કાર્ય કઢાવવામાં સક્ષમ રહેશો અને યોગ્ય સફળતા પણ મળશે. જો કે દોડધામના કારણે થાક અનુભવશો પરંતુ કાર્યની સફળતા તમારો થાક દૂર કરશે.
નેગેટિવઃ- તમારા અહમને અંકુશમાં રાખો. તેના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમને નુકસાન થઈ શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું પણ ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કંઈક નવી યોજનાઓ બનશે. બાકી પડેલા કાર્યોને પૂરા કરવા માટે અનુકૂળ સમય છે. પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં જૂના મતભેદ દૂર થશે. નોકરીમાં તમારું લક્ષ્ય પૂરું થશે અને સફળતા પણ સંભવ છે.
લવઃ- પતિ-પત્નીનો એક બીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રહેશે. પ્રેમી/પ્રેમિકાને એક બીજા માટે સમય કાઢવો પણ જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- દવાઓની જગ્યાએ વ્યાયામ અને યોગા થતા યોગ્ય જીવનશૈલીને તમારી દિનચર્યામાં સામેલ કરો.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળશે. તમે શાંતિપૂર્ણ રીતે તમારા કાર્યોને પૂરા કરી શકશો. ભાઈઓની સાથે પણ સંબંધ મધુર બનશે. કોઈ ભવિષ્ય સંબંધિત યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકો છો.
નેગેટિવઃ- કોઈ ખાસ વસ્તુની ચોરી થવાથી અથવા ખોઈ જવાની સ્થિતિ બની રહી છે. તેથી તમારી વસ્તુને સાચવીને રાખો. પિતા-પુત્રમાં નાનો મોટો ઝઘડો થઈ શકે છે. તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. તેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પડી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં દરેક નાની વાતોને ગંભીરતા લો. તેનાથી તમારું કામ સફળતાપૂર્વક પૂરું થશે. જો કે, મંદી અને વર્તમાન વાતાવરણની નકારાત્મક અસર વ્યવસાય પર પડી રહી છે.
લવઃ- પતિ-પત્ની પરપસ્પર એકબીજાને સમજશે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને થાઈરોડઈ સંબંધિત તપાસ જરૂરથી કરાવવી.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. તમને તમારી મહેનત અને કાર્યોનું ભરપૂર પરિણામ મળશે. કોઈપણ કાર્યને યોજનાબદ્ધ રીતે કરતા જાવ, સફળતા નિશ્ચિત છે. યુવાનોની કરિયર સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે.
નેગેટિવઃ- વાતચીત કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. ગુસ્સાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. વધારે પડતો આત્મવિશ્વાસ રાખવો તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. તેથી ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
વ્યવસાયઃ- તમે કોઈપણ વ્યવસાયિક કામને કઢાવવામાં સફળ રહેશો. પરંતુ ઉધાર સંબંધિત લેવડદેવડ ન કરો કેમ કે પાછા આવવાની સંભાવના ઓછી છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને અપ્રત્યાશિત લાભ થવાની સ્થિતિ બની રહી છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે. લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ઉત્સાહિત મહેસૂસ કરશો.