અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇમિગ્રેશન સૌથી મોટો મુદ્દો રહેશે. રિપબ્લિકન પાર્ટીથી કટ્ટરપંથી જૂથે આ વખતે પ્રોજેક્ટ 2025 નામથી એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. તેમાં કાયદેસર પ્રવાસીઓને વીઝા અને ગ્રીન કાર્ડ આપવાની દિશામાં અનેક કડક શરતો પ્રસ્તાવિત છે. તેની સૌથી મોટી અસર અમેરિકામાં ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરી રહેલા લગભગ 11 લાખ ભારતીયો પર પડવાની આશંકા છે.
રાષ્ટ્રપતિ બાઇડેનની ડેમોક્રેટિક પાર્ટી કાયદેસર ઇમિગ્રેશન પર સરળ શરતો લાગૂ કરવાના પક્ષમાં છે. બાઇડેન સરકારે 2023 દરમિયાન ભારતીયો માટે રેકોર્ડ 10 લાખ વિઝા જારી કર્યા હતા. વિદ્યાર્થીઓને સર્વાધિક વિઝા અપાયા હતા. ત્યારબાદ પ્રોફેશનલ્સને વિઝા મળ્યા. બાઇડેનની પાર્ટી ગેરકાયદે ઇમિગ્રેશન પર સખત વલણ અપનાવવાની જાહેરાત કરી ચૂકી છે. તેમાં મેક્સિકો અને કેનેડા મારફતે થતા ગેરકાયદે ઇમિગ્રેશનનો વિરોધ સામેલ છે.