ભારતે પ્રથમ વનડેમાં આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. રવિવારે ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 27.3 ઓવરમાં 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 117 રનનો ટાર્ગેટ માત્ર 16.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.
ભારત તરફથી ડેબ્યુ કરી રહેલા સુદર્શને સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તેને વર્તમાન ભારતીય કેપ્ટન કેએલ રાહુલ દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. સુદર્શને શ્રેયસ અય્યર સાથે 88 રનની ભાગીદારી પણ કરી હતી. બેટિંગ કરતી વખતે શ્રેયસના હાથમાંથી બેટ સરકી ગયું હતું.
કેપ્ટન રાહુલે સુદર્શનને ડેબ્યૂ કેપ સોંપી ભારતીય બેટર સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. સુદર્શન ભારત માટે વનડેમાં ડેબ્યુ કરનાર 253મો ખેલાડી બન્યો. ભારતના વર્તમાન ODI કેપ્ટન કેએલ રાહુલે તેને તેની ડેબ્યૂ કેપ આપી.
સુદર્શને પોતાની ડેબ્યુ વનડેમાં ભારત માટે 43 બોલમાં 53 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. ત્રણેય ફોર્મેટને જોડીને, સુદર્શન ભારતનો 400મો આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ બન્યો.