લોધિકા તાલુકાના પારડી ગામે આવેલા ગાયત્રી પાર્કમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યા આસપાસ કારખાનામાંથી અથવા કોઇ ટ્રકમાંથી ભેદી કેમિકલ ઉડતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ, તાલુકા મામલતદાર, ટીડીઓ, જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કેમિકલના સેમ્પલ લઇ ચકાસણી હાથ ધરી છે. લોધિકા તાલુકા મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, પારડી ગામે ગાયત્રી પાર્ક સોસાયટીમાં ત્રણ શેરીઓમાં કોઇ ભેદી કેમિકલ ઉડતા પોલીસ તંત્ર દ્વારા મને જાણ કરવામાં આવી હતી. આથી જીપીસીબીના અધિકારીઓ, ટીડીઓ અને મારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.