Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે. 2024માં બહુમત મેળવવા માટે ભાજપને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષોનો વધુ સહયોગ લેવાનો હોવાથી મોદી 3.0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટશે એવું અનુમાન હતું પરંતુ આ વખતે અગાઉની બે શપથવિધિ કરતાં રેકોર્ડબ્રેક 5 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રી મળી 6 મંત્રી ગુજરાતના છે. એટલે કે 72 સભ્યોના મંત્રીમંડળમાં દર 12મો મંત્રી ગુજરાતનો છે. મોદી 3.0માં રાજ્યનું કદ 8.30 ટકા છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહ, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા અને એસ. જયશંકર (રાજ્યસભા) રિપીટ થયા છે જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા (રાજ્યસભા), નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાની એન્ટ્રી થઈ છે.

ક્ષત્રિય વિવાદને લઈ ચર્ચામાં આવેલા રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરશોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. તેઓ જુલાઈ 2021થી જૂન 2024 દરમિયાન કેન્દ્રમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ જેઓ અગાઉની સરકારમાં સંચાર રાજ્યમંત્રી હતા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું.