કેનેડાએ આગામી ત્રણ વર્ષમાં 15 લાખ પ્રવાસીઓને પોતાને ત્યાં વસાવવાની યોજના બનાવી છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સી.એન. ફ્રેસરે કહ્યું છે કે વર્ક વિઝા પરમિટ અને અન્ય પ્રક્રિયાઓ ઝડપી કરાશે. કેનેડા સરકારના આ મોટા નિર્ણયથી ભારતીયોને લાભ થવાની શક્યતા છે.
કેનેડામાં હાલ મોજુદ વસતીની વધતી ઉંમર વધારો સૌથી મોટી ચિંતાનું કારણ છે. કેનેડા સરકારનું માનવું છે કે, જો આ દિશામાં કંઈ નહીં કરાય તો દસથી પંદર વર્ષ પછી દેશની આર્થિક સ્થિતિ કથળવાનું શરૂ થઈ જશે. સ્કૂલો અને હોસ્પિટલોને યોગ્ય રીતે ચલાવવી મુશ્કેલ થઈ જશે.દર પાંચે એક કેનેડિયન બીજા દેશમાંથી આવીને અહીં વસ્યો છે. દેશના 60% નાગરિકો પ્રવાસી પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે.
વર્ષ 2021ની વસતીગણતરી પ્રમાણે કેનેડામાં આશરે 18.50 લાખ ભારતીય મૂળના નાગરિક છે. તે કેનેડાની કુલ સંખ્યાનો 5% હિસ્સો છે. અહીં મોટા ભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલમ્બિયામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એલબર્ટા અને ક્યુબેકમાં પણ ભારતીયોની વસતી વધી રહી છે.