યમનમાં મંગળવારે (11 જૂન) અદનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, બોટમાં 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા.
આ શરણાર્થીઓ પૂર્વ આફ્રિકાથી યમન જઈ રહ્યા હતા. આ લોકો યમનથી લગભગ 600 કિલોમીટર દૂર આવેલા પૂર્વ આફ્રિકાના સોમાલિયાથી સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે રવાના થયા હતા. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 71 લોકોને બચાવી લેવાયા હતા. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે.
IOMએ 31 મહિલાઓ અને 6 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. IOM અધિકારીઓને ડર છે કે મૃત્યુઆંક વધી શકે છે. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.