Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આસામના ગુવાહાટીના નીલાંચલ પર્વત ઉપર આવેલું કામાખ્યા મંદિર દેશની 51 શક્તિપીઠમાંથી એક છે. માન્યતા પ્રમાણે, માતા સતીની યોનિનો ભાગ કામાખ્યા નામના સ્થળે પડ્યો હતો. ત્યારથી જ અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ. વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીનું માનવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ મંદિરમાં કોઈ ચિત્ર અને મૂર્તિ નથી. ભક્ત મંદિરમાં બનેલા એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે છે.

દેવીપુરાણ અનુસાર, માતા સતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં જ આત્મદાહ કરી લીધો હતો. ત્યાર બાદ ભગવાન શિવએ માતાનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. શિવજીના આ તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થઈ ગયું હતું. આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શરીરના ટુકડા-ટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ. કહેવાય છે કે, અહીં દેવીનો યોનિ ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. આ દરમિયાન અહીં અંબુવાચી મેળો ભરાય છે. આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.