Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના મંગળા રોડ પર રહેતી તબીબી છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત મોકલી મોડલિંગ કરવાની અને એક દિવસના રૂ.6 હજાર આપવાની લાલચ આપી અમદાવાદના શખ્સે રૂ.20 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી હતી.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મનહરપરામાં રહેતી અને એમ.બી.બી.અેસ.માં અભ્યાસ કરતી બ્રાસની ઉર્ફે વૃંદા અનિલભાઇ સાટોડિયા એ જયવીર નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, નવેક માસ પહેલાં તેના ઘેર હતી ત્યારે તેના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં ટાઇટલ ઓફ ગુજરાત નામના આઇ.ડી.માંથી એક મેસેજ આવ્યો હતો જેમાં એક સ્ટોરી જોઇ જેમાં અમદાવાદ ખાતે એડ્વર્ટાઇઝર માટે ગર્લ્સની જરૂર હોય અને એક દિવસના છ હજાર રૂપિયા પગાર તેમજ રહેવાની અને જમવાની તેમજ ટ્રાવેલ્સની સુવિધા આપવામાં આવશે તેમ લખેલ હોય અને તેમાં ફોન નંબર હોય જેથી ફોન કરી નામ પૂછતા તેને નામ જયવીર હોવાનું જણાવ્યું હતું અને આ એડ્વર્ટાઇઝર માટે નિયમોની ચર્ચા કરી હતી અને તેની નાની બહેનને પણ આ એડ્વર્ટાઇઝરમાં જવું હોય જેથી વાત કરી હતી જેમાં એક વ્યક્તિના રૂ.10 હજાર ડિપોઝિટ પેટે આપવાના રહેશે તેમ કહેતા બન્ને બહેનોના રૂ.20 હજાર આપવાની વાત કરી કરી અને નોકરી પર રહો ત્યારે ડિપોઝિટ પરત આપવાની વાત કરી હતી અને બાદમાં તા.5-10ના રોજ જયવીરને ફોન કરી વાત કરતા તેને તેનો ક્યુઆર કોડ મોકલ્યો હતો જેમાં તેને પૈસા ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેને ફોન કરી અમારે ક્યારે આવવાનું તેમ પૂછતા તેને એક અઠવાડિયા બાદ આવવાનું કહ્યું હતું.