ભારતમાં એક દિવસ પહેલાં જ દિવાળી ઊજવાઈ છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલી હીરો સાબિત થયા છે. વિરાટે 53 બોલમાં 82 રન ફટકાર્યા હતા. આ મેચમાં વિરાટ કોહલી મેન ઑફ ધ મેચ બન્યો છે. વિરાટ કોહલીની મેચ વિનિંગ ઇનિંગ બાદ પત્ની અનુષ્કાએ સો.મીડિયામાં ખાસ પોસ્ટ શૅર કરી હતી. અનુષ્કાએ પતિનાં વખાણ કરતાં પ્રેમ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, તેમના જીવનની આ સૌથી બેસ્ટ મેચ હતી.
અનુષ્કાએ ટીવી પર મેચ જોતા કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં વિરાટ કોહલી શૉટ લગાવતા અને અશ્વિન, રોહિત શર્માને ગળે લગાવતા જોઇ શકાય છે. જીતની પળોને કેપ્ચર કરતા અનુષ્કા ઇમોશનલ થઇ ગઇ. તેમણે પતિ વિરાટ કોહલીના સ્ટ્રગલને યાદ કર્યું અને સાથે જ તેમની મહેનતનાં વખાણ કર્યાં છે.
ફોટો શૅર કરીને અનુષ્કાએ લખ્યું છે કે, 'સુંદર, ખૂબ જ સુંદર! દિવાળીની આગલી આજે રાત્રે તમે અનેક લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. તમે એક શ્રેષ્ઠ માણસ છો મારા પ્યારા. તમારો દૃઢ નિશ્ચય અને વિશ્વાસ જબરદસ્ત છે. હું એ કહી શકું છું કે મેં મારા જીવનની અત્યાર સુધીની બેસ્ટ મેચ જોઈ છે. જોકે આપણી દીકરી આ વાત સમજવામાં ઘણી જ નાની છે કે તેમની મા શા માટે રૂમમાં ડાન્સ કરી રહી હતી અને કેમ બૂમો પાડતી હતી.