વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ઈટાલી પહોંચી ગયા છે. તેમનું વિમાન બપોરે 3:30 વાગ્યે અપુલિયાના બ્રિન્ડિસી એરપોર્ટ પર ઉતર્યું હતું. અહીં તેઓ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુએસ પ્રમુખ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત વિશ્વના ઘણા નેતાઓને મળશે. ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
સમિટ માટે રવાના થતા પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે તેઓ તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર ઈટાલી જઈ રહ્યા છે. પ્રથમ વખત કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ પણ G7 દેશોની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાઈડેન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સહિત ઘણા દેશોના વડાઓને પણ મળશે.