Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મિડવેસ્ટ લિમિટેડનો ₹451 કરોડનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) 15 ઓક્ટોબરથી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. IPO 17 ઓક્ટોબરના રોજ બંધ થશે અને 24 ઓક્ટોબરના રોજ લિસ્ટેડ થશે.


જો તમે પણ મિડવેસ્ટના IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ઇશ્યૂની બધી વિગતો અને તમે તેમાં કેટલું રોકાણ કરી શકો છોં

મિડવેસ્ટ આ પબ્લિક ઇશ્યૂ દ્વારા 42.34 લાખથી વધુ શેર વેચીને ₹451 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. રિટેલ રોકાણકારો 17 ઓક્ટોબર સુધી કંપનીના IPOમાં રોકાણ કરી શકે છે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ ₹1014-₹1065 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યો છે.

મિડવેસ્ટ શેરની ફાળવણી 20 ઓક્ટોબરના રોજ થશે. આ શેર 24 ઓક્ટોબરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર લિસ્ટેડ થશે.